ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: શિયાળાની શરૂઆત થતાની સાથે જ પ્રદૂષણ (Air pollution) નું લેવલ પણ વધી રહ્યું છે. જે લોકોના સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટી સમાન છે. વિશ્વના સૌથી પ્રદૂષિત ટોપ 20 શહેરમાં ભારતના 13 શહેરનો સમાવેશ થાય છે. પ્રદૂષણના કારણે દર વર્ષે દુનિયાભરમાં આશરે 70 લાખ જેટલા લોકો પોતાના જીવ ગુમાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NGT નો આદેશ- દિલ્હી-NCRમાં 30 નવેમ્બર સુધી ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ


પ્રદૂષણના આંકડા ચોંકાવનારા
વિશ્વ આરોગ્ય સંગઠને જાહેર કરેલા રિપોર્ટમાં પ્રદૂષણના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ ખતરનાક પ્રદૂષિત શહેરની ટોપ 10ની યાદીમાં ભારતના 9 શહેરનો સમાવેશ થાય છે. આ શહેરમાં PM 2.5ની વાર્ષિક ઘનતા સૌથી ઘાતક જોવા મળી રહી છે. PM 2.5 પ્રદૂષણમાં ભળેલા એ સુક્ષ્મ તત્વ છે જે માનવ શરીર માટે સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટ મુજબ સરેરાશ 10 વ્યક્તિમાંથી 9 લોકો પ્રદૂષિત હવામાં શ્વાલ લે છે. જેથી પ્રદૂષણના કારણે દર વર્ષે દુનિયાભરમાં 70 લાખ લોકોના મૃત્યુ થાય છે. હવાના પ્રદૂષણથી હૃદય અને શ્વાસ સહિતની અન્ય બિમારીઓમાં વધારો થઈ રહ્યો છે.


ભારતમાં ઘટી રહ્યું છે કોરોનાનું જોર? 11 દિવસથી એક્ટિવ કેસની સંખ્યા 6 લાખથી ઓછી

અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધ્યું
શિયાળાની શરૂઆત થતા જ અમદાવાદમાં પણ પ્રદૂષણના સ્તરમાં વધારો થયો છે. અમદાવાદનું એર ક્વોલિટી ઈન્ડેક્સ 232 પર પહોંચ્યું. જો કે દિવાળી પર પ્રદૂષણ હજુ વધે તેવી શક્યતા જોવાઈ રહી છે. મહત્વનું છે કે 200 ઉપર AQI બિન આરોગ્યપ્રદ મનાય છે. જેથી 200ને પાર AQI જતા લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.


આ એક આદતના કારણે ભારતીયોથી દૂર ભાગી રહ્યો છે જીવલેણ કોરોના!, અત્યંત ચોંકાવનારો ખુલાસો


ભારતમાં 10 વર્ષમાં 7 પ્રદૂષિત શહેર વધ્યા
201૦માં ટોચના 10 પ્રદૂષિત શહેરોમાં ભારતના ફક્ત બે શહેર હતાં. જેમાં દિલ્હી અને આગરાનો સમાવેશ થતો હતો.પરંતુ છેલ્લા 10 વર્ષમાં આ યાદીમાં 7 શહેરનો સમાવેશ થયો છે. આમ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે. દુનિયાના 100માંથી 91 લોકો પ્રદૂષિત હવામાં શ્વાસ લેવા મજબૂર બન્યા છે. એક અંદાજા પ્રમાણે દુનિયા ભરમાં દર વર્ષે બહારની પ્રદૂષિત હવા લેવાથી દર વર્ષે 42 લાખ લોકો જીવ ગુમાવી રહ્યા છે.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube